Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates

Recent Events

ગાર્ડા કોલેજમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ નિમિત્તે ચિત્ર સ્પર...

Read More..

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત એસ. બી ગાર્ડા કોલેજમાં સ્વચ્...

Read More..

એસ. બી. ગાર્ડા કોલેજમાં આશીર્વાદના દીવડા કાર્યક્રમ યોજા...

Read More..

गार्डा कॉलेज, नवसारी में ‘हिन्दी दिवस’ के उपलक्ष्य में ...

Read More..

ગાર્ડા કોલેજમાં યોજાયો જોબ ફેર

Read More..

નવસારીની ગાર્ડા કોલેજમાં 'સિકલ સેલ રોગ જાગૃતિ કાર્યક્રમ...

Read More..
View All

ગાર્ડા કોલેજમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ નિમિત્તે નિબંધ સ્પર્ધા યોજાઈ

05-10-2026

ગાર્ડા કોલેજમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ નિમિત્તે નિબંધ સ્પર્ધા યોજાઈ

આદિવાસી સંસ્કૃતિ અને ભારતીય વારસાની સમૃદ્ધ પરંપરાને ઉજાગર કરતો વિદ્યાર્થીઓનો સર્જનાત્મક અભિગમ

નવસારીમાં શિક્ષણ સાથે સંસ્કાર અને સામાજિક જાગૃતિની પરંપરાને આગળ ધપાવતી એસ. બી. ગાર્ડા કૉલેજ ખાતે SC/ST Cell અને I.Q.A. Cellના સંયુક્ત ઉપક્રમે ‘જનજાતિય ગૌરવ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે તા. ૦૫/૧૦/૨૦૨૬ના રોજ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય વિષય ‘આદિવાસી સંસ્કૃતિ અને ભારતીય વારસો’ રાખવામાં આવ્યો હતો. કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. ધર્મવીર ગુર્જરના માર્ગદર્શન અને ઉપાચાર્યશ્રી ડૉ. હિતેશભાઈ પટેલના સહયોગથી યોજાયેલી આ સ્પર્ધાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં આદિવાસી સમાજની ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સામાજિક વિરાસત પ્રત્યે જાગૃતિ કેળવવાનો તેમજ વિદ્યાર્થીઓની સર્જનાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહન આપવાનો હતો. આ નિબંધ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ આદિવાસી સમાજની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા, જીવનશૈલી, લોકપરંપરા, પ્રકૃતિ સાથેનો તેમનો ગાઢ સંબંધ તેમજ ભારતીય સંસ્કૃતિ અને વારસાના જતનમાં આદિવાસી સમાજના યોગદાન અંગે પોતાના વિચારો નિબંધના માધ્યમથી રજૂ કર્યા હતા. આ સ્પર્ધામાં ડૉ. આરતી પંચાલ અને ડૉ. જીતલ રાઠોડે નિર્ણાયક તરીકે સેવા પૂરી પાડી હતી.  સ્પર્ધાના અંતે નિર્ણાયકો દ્વારા વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં પ્રથમ ક્રમે મિસ્ત્રી ખુશ્બુ, દ્વિતીય ક્રમે પાટીલ પૂજા તેમજ તૃતીય ક્રમે રાઠોડ જીનલ વિજેતા જાહેર થયા હતા. તમામ વિજેતા તેમજ સ્પર્ધક વિદ્યાર્થીઓને કોલેજ પરિવારે હાર્દિક અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.