Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates

Recent Events

ગાર્ડા કોલેજમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ નિમિત્તે ચિત્ર સ્પર...

Read More..

ગાર્ડા કોલેજમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ નિમિત્તે નિબંધ સ્પર...

Read More..

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત એસ. બી ગાર્ડા કોલેજમાં સ્વચ્...

Read More..

એસ. બી. ગાર્ડા કોલેજમાં આશીર્વાદના દીવડા કાર્યક્રમ યોજા...

Read More..

गार्डा कॉलेज, नवसारी में ‘हिन्दी दिवस’ के उपलक्ष्य में ...

Read More..

ગાર્ડા કોલેજમાં યોજાયો જોબ ફેર

Read More..
View All

એસ.બી. ગાર્ડા કોલેજ, નવસારી ખાતે ‘મ્યુચ્યુઅલ ફંડ અને વીમા ક્ષેત્રમાં કારકિર્દીની તકો’ વિષય પર વ્યાખ્યાન યોજાયો.

03-09-2026

એસ.બી. ગાર્ડા કોલેજ, નવસારી ખાતે ‘મ્યુચ્યુઅલ ફંડ અને વીમા ક્ષેત્રમાં કારકિર્દીની તકો’ વિષય પર વ્યાખ્યાન યોજાયો.

શિક્ષણની સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, સાંસ્કૃતિક મૂલ્યો તથા સંસ્કારોના સિંચન માટે સતત વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરતી એસ.બી. ગાર્ડા આર્ટ્સ એન્ડ પી.કે. પટેલ કોલેજ ઓફ કોમર્સ, નવસારીના કોમર્સ વિભાગ તથા આઈ.ક્યુ.એ. સેલના સંયુક્ત ઉપક્રમે તા. ૦૩/૦૯/૨૦૨૬ના રોજ કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. ધર્મવીર ગુર્જરના માર્ગદર્શન હેઠળ ‘મ્યુચ્યુઅલ ફંડ અને વીમા ક્ષેત્રમાં કારકિર્દીની તકો’ વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનો પ્રારંભ ટી.વાય. બી.કોમની વિદ્યાર્થીની મિઝબા ઉસ્માની દ્વારા પ્રાર્થના સાથે કરવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર વાતાવરણ મંગલમય બન્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. ધર્મવીર ગુર્જરે કારકિર્દીના મહત્વ અંગે માર્ગદર્શન આપતાં વિદ્યાર્થીઓને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે યોગ્ય દિશામાં આગળ વધવા પ્રેરિત કર્યા હતા.

વ્યાખ્યાનના મુખ્ય વક્તા તરીકે એન.જે. વેલ્થ, સુરતના ઝોનલ એચ.આર. શ્રી શિવમ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને મ્યુચ્યુઅલ ફંડ, શેરબજાર તથા વીમા ક્ષેત્ર અંગે વિસ્તૃત અને વ્યવહારુ સમજ આપી હતી. આ ઉપરાંત, તેમણે મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રમાં ઉપલબ્ધ વિવિધ કારકિર્દીની તકો તેમજ વીમા ઉદ્યોગમાં રહેલી રોજગારની સંભાવનાઓ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરી તેમને આ ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

આ કાર્યક્રમમાં કોમર્સ વિભાગના અધ્યક્ષશ્રી ડૉ. ઈશ્વર ચૌધરીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રીમતી ઝીનિયા કત્રક દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમના અંતે આભારવિધિ ડૉ. પ્રીતિ શાહ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે કોલેજના કોમર્સ વિભાગના સભ્યો ડૉ. તૃષા ગજ્જર, શ્રીમતી ઝીલ ભાઠેના, કુમારી  ડિમ્પલ પરમાર, કુમારી કેયુરી રાઠોડ અને શ્રીમતી લીના ટેલર વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થવા બદલ સમગ્ર એસ.બી. ગાર્ડા કોલેજ તથા ગાર્ડા ટ્રસ્ટ પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.