Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates

Recent Events

ગાર્ડા કોલેજમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ નિમિત્તે ચિત્ર સ્પર...

Read More..

ગાર્ડા કોલેજમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ નિમિત્તે નિબંધ સ્પર...

Read More..

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત એસ. બી ગાર્ડા કોલેજમાં સ્વચ્...

Read More..

એસ. બી. ગાર્ડા કોલેજમાં આશીર્વાદના દીવડા કાર્યક્રમ યોજા...

Read More..

गार्डा कॉलेज, नवसारी में ‘हिन्दी दिवस’ के उपलक्ष्य में ...

Read More..

ગાર્ડા કોલેજમાં યોજાયો જોબ ફેર

Read More..
View All

નવસારીની ગાર્ડા કોલેજમાં કલા, કવિતા અને સ્મૃતિઓના સર્જન વિષય પર 'મીટ ધ ઓથર' કાર્યક્રમ

11-08-2026

નવસારીની ગાર્ડા કોલેજમાં કલા, કવિતા અને સ્મૃતિઓના સર્જન વિષય પર 'મીટ ધ ઓથર' કાર્યક્રમ

એસ. બી. ગાર્ડા કોલેજ, નવસારીના અંગ્રેજી તથા ગુજરાતી વિભાગ અને આઈ.ક્યુ.એ. સેલ ના સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૧મી ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ 'મીટ ધ ઓથર : ક્રિએટિંગ મેમરીઝ: ક્યુરેટિંગ આર્ટ એન્ડ પોએટ્રી' વિષય પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત કુમારી દીપાલી સાલ્વે દ્વારા પ્રસ્તુત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી  ડૉ. ધર્મવીર ગુર્જરે પ્રાસંગિક સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, શિક્ષણ એ માત્ર પુસ્તકીય જ્ઞાન મેળવવાનું સાધન નથી, પરંતુ તે જીવનને માણવાની, સમજવાની અને તેને કલાત્મક રીતે રજૂ કરવાની કળા છે. કવિતા અને કલા એ માનવ સંવેદનાઓનો અરીસો છે. તે આપણા ભૂતકાળને, આપણી લાગણીઓને અક્ષરદેહ આપીને કાયમી સ્મૃતિઓમાં બદલી નાખે છે. કાર્યક્રમના મુખ્ય વક્તા અને જાણીતા લેખિકા ડૉ. ઇશમીત કૌર ચૌધરીનો પરિચય ડૉ. રાધા ગૌતમ દ્વારા આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. ધર્મવીર ગુર્જરના હસ્તે મુખ્ય મહેમાનનું પુષ્પગુચ્છ અને સ્મૃતિભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્ય વક્તા ડૉ. ઇશમીત કૌર ચૌધરીએ પોતાના મુખ્ય પ્રવચનમાં કલા અને કવિતાના માધ્યમથી સ્મૃતિઓનું સર્જન કેવી રીતે થાય છે તે વિશે ઊંડાણપૂર્વક અને રસપ્રદ રીતે વિગતો રજૂ કરી હતી. વક્તવ્ય બાદ વિદ્યાર્થીઓ અને વક્તા વચ્ચે એક જીવંત પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પ્રશ્નો પૂછી પોતાની જિજ્ઞાસા સંતોષી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કુમારી માનસીબા સરવૈયાએ કર્યું હતું. અંતમાં ડૉ. આરતી પંચાલે ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના અધ્યાપકો શ્રીમતી હેતલ નાયક, ડૉ. આશા પટેલ, ડૉ. નેહા હરિયાણી, ડૉ. જિતેન્દ્ર પરમાર, શ્રી અત્રિ જોશી, ડૉ. તૃપ્તિ વ્યાસ, ડૉ. જીતલ રાઠોડ અને ડૉ. રાધા ગૌતમે સમગ્ર કાર્યક્રમમાં ભારે જહેમત ઉઠાવી હતી.